Placeholder canvas

NMMSની પરીક્ષામાં વાલાસણના વિદ્યાર્થી નિશાંત કડીવારે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

NMMSની પરીક્ષામાં વાલાસણ અને પીપળીયા રાજ ગામના ચાર વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સ્કોલરશીપ માટેની પરીક્ષા એન એમ એમ એસ લેવામાં આવે છે. આ પરીક્ષા ઘણા બધા વિદ્યાર્થીઓ આપતા હોય છે પરંતુ તેમાં સફળતા ખૂબ ઓછા વિધાર્થીઓને મળે છે. આ વર્ષે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ અને વાલાસણ ગામના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચાર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

આવી સ્પ્રર્ધાત્મક પરીક્ષા માટે એક-એક માર્કસ માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આમ જોઈએ તો આ પરીક્ષા લોઢાના ચણા ચાવવા જેવી કહી શકાય, કેમકે આ પરીક્ષામાં માત્ર પાસ થવું પૂરતું નથી પરંતુ મેરીટમાં આવું ખૂબ જરૂરી છે. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં વાલાસણ પીપળીયાના વિધાર્થીઓને આ પરીક્ષાની તૈયારી ઇલ્મુદીન સાહેબ કરાવતા હતા જેમાંથી ચાર વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવતા તેમની પસંદગી કરવામાં આવી છે.

જેમાં વાલાસણનો વિધાર્થી કડીવાર નિશાંત ઇલમુદિંન સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ આવેલ છે.
હવે આ ચારેય વિદ્યાર્થીઓને શૈક્ષણિક નવા સત્રથી 4 વર્ષ સુધી દર મહિને 1 હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે. એટલે કે તેમને ચાર વર્ષમાં ૪૮ હજાર રૂપિયાની કોલરશીપ મળશે. એથી મહત્વનું એ છે કે આ વિદ્યાર્થીઓ ના નોલેજમાં ૪૮ હજાર કરતાં પણ વધારે કિંમતી નોલેજનો વધારો થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષા કેવી હોય છે અને કેવી તૈયારી કરવાનો અત્યારથી જ એમને અનુભવ થઈ ગયો છે.

ઇલ્મુદીન કડીવાર સાહેબ વાલાસણ/પીપળીયાના વિદ્યાર્થીઓ …

1 કડીવાર નિશાંત ઈલમુદિંન
(માર્કસ 180 /156) મોરબી જિલ્લામાં પ્રથમ પ્રથમ, વાલાસણ પ્રાથમિક શાળા.

2 શેરશિયા માહીન મંજૂર હુસેન
તાલુકા શાળા પીપળીયા રાજ (માર્કસ 180 /149) મોરબી જિલ્લામાં ચોથો નંબર

3 કડીવાર અતુફાં ઈમ્તિયાઝ
તાલુકા શાળા પીપળીયા રાજ (માર્કસ 180 /139)

4 સારેસાં મિલન બાવાજીભાઈ
તાલુકા શાળા પીપળીયા રાજ ( માર્ક્સ 180/130)

વાંકાનેર તાલુકામાંથી કુલ ચાર વિદ્યાર્થીઓ એવા છે. જેઓ એ વાલાસણ ગામના ઇલ્મુદીન સાહેબ પાસે કોચિંગ લીધું હતું. આ ચારેય વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાના છે તેમને પોતાની શાળાના બાવરા અબ્દુલ સાહેબ આચાર્ય એ ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું હતું અને ઇલ્મુદીન સાહેબ જેવા મહેન્તુ શિક્ષક પાસે કોચિંગ લેવાની સલાહ આપી હતી જેના પરિણામ સ્વરૂપે આ ચારેય વિદ્યાર્થીઓને સફળતા મળી છે.

આમ ખૂબ જ અઘરી ગણાતી આ પરીક્ષામાં આ વિધાર્થીઓએ ખૂબ જ સારો દેખાવ કરીને પિપળિયારાજ સી.આર.સી નું તેમજ વાલાસણ પીપળીયાનું અને પોતાના પરિવાર તેમજ શિક્ષકનુ નું નામ રોશન કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો