વાંકાનેર : કણકોટમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલિસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધનીબેન રમેશભાઈ કોરડીયા કોળી ઉવ-૪૨ રહે- કણકોટ , તા.વાંકાનેર વાળીએ તા-૧૪/૧૧/૨૦૧૯ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં ડેડબોડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને વિજયભાઈ નાગજીભાઈ આગળની તપાસ ચલાવી રહ્યા છે.