Placeholder canvas

હળવદમાં આપ બન્યુ મજબૂત: કોંગ્રેસ અગ્રણી ‘આપ’માં જોડાયા

હળવદ: જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભૂકંપ આવી રહ્યા છે, તોડફોડ શરૂ થઈ ગઈ છે અને હજુ વધુ થશે. નેતાઓ એક પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં ભાગી રહ્યા છે. ત્યારે હળવદ કોંગ્રેસ અગ્રણી આપ માં જોડાતા હળવદમાં આપ મજબૂત બન્યુ છે.

હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ કિસાન સેલ ગુજરાત પ્રદેશના મહામંત્રી મનસુખભાઈ પારેજીયા (હનુમાન) ગઈકાલે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાજરીમાં તેઓએ આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.

આ સમાચારને શેર કરો