Placeholder canvas

સાયલા: વખતપર પાસે મોટરસાયકલ આડુ કૂતરુ પડતા થયેલા અકસ્માતમાં મહિલાનું મોત

સાયલાના વખતપર પાસે મોટરસાયકલ આડે કુતરું ઉતરતા સ્લીપ થઇ નીચે ઉતરી ગઇ હતી અને બાઇક સવાર મહીલાને ગંભીર ઇજા પહોંચતા સુરેન્દ્રનગર સીવીલમાં ખસેડવામાં આવેલ ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બ

આ બનાવની વધુ વિગત અનુસાર સાયલાના હડાળા ગામે રહેતા કેશુભાઇ મદરાણીયા તેમની પત્ની જશુબેન સાથે બાઇકમાં ધંધુકાના ચંદરવા ગામ તરફ દસ દિવસ પહેલા જઇ રહયા હતા ત્યારે વખતપરના હાઉસીંગ બોર્ડ પાસે પહોંચતા બાઇક આડે કુતરું ઉતરતા સ્લીપ થઇ રોડ નીચે ઉતરી ગઇ હતી.

જેમાં જશુબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં પ્રથમ સાયલા અને બાદમાં સુરેન્દ્રનગર સીવીલે ખસેડાયા હતા જયાં તેમનું મોત થયું હતું. વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક જશુબેનના ભાણેજની પત્નીના શ્રીમત પ્રસંગે ધંધુકાના ચંદરવા ગામે જતા હતા ત્યારે દુર્ઘટના ઘટી હતી. તેમજ તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.

આ સમાચારને શેર કરો