ઠંડી વધતા ચોર કામે લાગ્યા: ઢુવા પાસે મોબાઈલની દુકાનમાં રૂ. 4.23 લાખની ચોરી

વાંકાનેર પોલીસે મોબાઇલ શોપના માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબ તપાસ હાથ ધરી

વાંકાનેર : શિયાળાની ઠંડી વધતા જ વાંકાનેરમાં ચોર કામે લાગ્યા છે, વાંકાનેરના ઢુંવા પાસે આવેલ મોબાઈલની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં તસ્કરો આ મોબાઇલ શોપમાંથી રૂ. 4.23 લાખની કિંમતના 27 નંગ મોબાઇલની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે મોબાઇલ શોપના માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ નાથાભાઇ ભીમાણીની માલિકીની વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલી પટેલ પાન એન્ડ મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ મોબાઈલ શોપમાંથી અલગ અલગ કંપનીના રૂ. 4.23 લાખની કિંમતના 27 નંગ મોબાઇલની ચોરી કરી ગયા હતા.

મોબાઈલ શોપના માલિકને પોતાની શોપમાં કિંમતી મોબાઇલની ચોરી થયાનું માલુમ પડતા દુકાનના માલિક ધનસુખભાઈ નાથાભાઇ ભીમાણીએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર તાલુકા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •