મોરબીમાં પ્રેમ સબંધ મામલે વકીલને માર માર્યો

મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસીના નાકે આવેલ કોમ્પલેક્ષના ઉપરના માળે ઓફિસમાં જઈ ત્રણ શખ્સો પ્રેમ સંબધ મામલે વકીલને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયાના મામાનો દીકરો નિકુંજ ભગાડી લઇ ગયેલ હોય અને ફરિયાદી જયદીપભાઈએ શોધખોળ કરવામાં મદદ કરેલ હોય જે આરોપીને સારું નહિ લાગતા આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયા તથા અશ્વિનભાઈ હરજીવનભાઈ દસાડીયાએ ગાળો આપી ઝપાઝપી કરી મોઢાના ભાગે મૂઢ ઈજા કરી આરોપી આશિષભાઈ આદ્રોજા તથા તુલસીભાઈ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •