ડ્રીપ ઇરીગેશનના ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતા જેતપરડા ગામના ઈમરાન ખોરજીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈ ઉર્ફે માસુમના પુત્ર ઇમરાન ખોરાજીયાનો આજે જન્મદિવસ છે, તેઓ હાલ ડ્રીપ ક્ષેત્રે ફિલ્ડ ઓફિસર તરીકે કામગીરી કરી રહયા છે. તેઓ ખેડૂતોને ઇરીગેશન વિશેનું માર્ગદર્શન પુરૂ પાડી સમગ્ર વાંકાનેર-મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, હાલ તેઓ વાંકાનેર, ટંકારા, મોરબી, હળવદ માળીયા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કાર્યરત છે.
તેઓ વાંકાનેરમાં રસાલા રોડ પર ‘સિફા ટ્રેડર્સ’ નામે જંતુનાશક દવા તથા બિયારણની પેઢી ચલાવી રહ્યા છે. તેમજ વ્હાઈટ ઝોન ( ફૂટવેરના ) ઓનર પણ છે. ઇમરાન ખોરજીયા ડ્રિપ ઇરીગેશન તેમજ એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાયેલા છે સાથોસાથ સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતા હોવાથી બહોળું મિત્ર મંડળ ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 76007 10583 પર તેમના મિત્રો, શુભેચ્છકો, સાથીઓ, સગા સંબંધીઓ અને વ્યવસાયિક મિત્રો શુભેચ્છા પાઠવી રહયા છે.

