વાંકાનેર તાલુકાની ૩૦ ગામોની મસ્જિદોમા મેગા ઇફતારીનું આયોજન કરાયું…

વાંકાનેર: મોમીન કોમના ધર્મગુરુ અને કુત્બે કાઠિયાવાડ હઝરત પીર સૈયદ મોમીનશાહબાવા સાહેબના યૌમે વિલાદતની ખુશીના ઈઝહારના ભાગ રૂપે ૧૮ રમઝાનના રોજ ચંદ્રપુર, ગુલશનપાર્ક, મહીકા, ગારીડા, મેસરીયા, ભલગામ, લીંબાળા , કેરાળા , લાલપર, રસિકગઢ, વીડીભોજપરા,સિંધાવદર, રાજાવડલા, જુનીકલાવડી, ખીજડીયા,પંચાસર, વઘાસિયા, રાણેકપર, પંચાસીયા, વાંકિયા ,રાતીદેવરી,મોટા ભોજપરા,ટોળ, ટંકારા, પીપળીયા રાજ, અમરસર ,વાલાસણ, પ્રતાપગઢ, સરધારકા, ધમલપર વિગેરે ૩૦ થી વધુ
ગામો ની મસ્જિદોમાં અકીદતમંદો દ્વારા મેગા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસંખ્ય નાના બાળકો થી લઈને બુઝુર્ગો સુધી સામેલ થયા, અને મોમીનશાહબાવાની બારગાહમાં ખીરાજે અકીદત પેશ કરી.

આ સમાચારને શેર કરો