લે બોલ: બીડી ના આપી તો હવામાં ફાયરીંગ કર્યું !

સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે, અને આ અમલમાં ચોટીલાના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખેલી છે. ત્યારે ગોડાઉનમાંથી વસ્તુ કાઢી આપવાનું કહીને પાન, માવા અને બીડીના હોલસેલ વેપારી યુવક પર ચાર શખ્સોએ હવામાં રિવોલ્વર જેવા હથિયાર વડે ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપી શખ્સો ફરાર થઈ ગયા હતા, ચોટીલામાં દરજી સમાજની વાડીની પાછળ રહેતા ગુલામરસુલભાઈ એમદભાઈ લોલાડીયા લક્કી એન્ટરપ્રાઇઝ નામની પાન, માવા અને બીડીના હોલસેલરની દુકાન ધરાવે છે.

લોકડાઉન હોવાથી ઘરે હતા. ત્યારે મૂળ ચોટીલાના અને હાલ રોજકાટ રહેતા અવેશ, અજીમ તેમજ ચોટીલા રહેતા સમદભાઈ સલીમ વગેરે કારમાં આવી ગુલામરસુલભાઈને પાન માવાનો સામાન અને સિગરેટ ગોડાઉનમાંથી આપવાનું કહ્યુ હતુ. ત્યારબાદ અવેશએ પોતાની પાસે રહેલા રિવોલ્વર જેવા હથિયાર વડે હવામાં ફાયરિંગ કરતા ચોટીલા પોલીસમાં ગુનો દાખલ થયો છે….!

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો