થોડોક અમથો તાવ આવેને તરત જ દવા લેતા હો તો કરી દેજો બંધ, એ આરોગ્ય માટે હિતાવહ નથી…
તાવ કોઇપણ કારણોસર આવી શકે છે. તાવ આવવો એ એક સમય સમસ્યા છે, જે કોઈપણ કારણોસર આવી શકે છે. શિયાળામાં ઠંડા વાતાવરણમાં મોટાભાગના લોકોને શરદી-ખાંસી અને તાવની સમસ્યા થતી રહે છે. શરીરનું સામાન્ય તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જેમાં દિવસ અને રાતના સમયે વધ-ઘટ પણ થઈ શકે છે. તાવ આવે ત્યારે શરીરનું તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસથી વધી જાય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો તરત જ દવા લેવાનું પસંદ કરે છે. દવા લઈને સમસ્યાથી જલ્દી રાહત પણ મળી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે તાવ કેમ આવે છે? અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ક્યારે દવા લેવી જોઈએ? તો ચાલો એ જાણીએ…
શા માટે આવે છે તાવ? ક્યારે લેવી જોઈએ દવા ?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારના ઇન્ફેકશન કે કોઈ ઈજાના રિએક્શનને કારણે તાવ આવે છે. આનો અર્થ એ નથી કે એ વ્યક્તિ ખૂબ જ બીમાર છે કે પરેશાન છે. તાવ શરીર માટે રક્ષણાત્મક પ્રતિક્રિયા છે. નિષ્ણાતો જણાવે છે કે 102થી વધારે તાવ હોય તો જ દવા લેવી જોઈએ. 102 સુધી થોડી ઠંડી પટ્ટી માથા પર મૂકીને તાવ ઓછો કરી શકાય છે. શરીર સાઇટોકાઇનનું ઉત્પાદન કરે છે. સાઇટોકાઇન એક કોષથી બીજા કોષ સાથે વાત કરવાની રીત છે. એવામાં ડોકટરો કહે છે કે જો તાવ 102થી ઓછો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. દરેક સમસ્યા થવા પર એન્ટીબાયોટિક ન લો.
શા માટે ન લેવી જોઈએ એન્ટીબાયોટિક
એન્ટીબાયોટિક શરીરના ખરાબ બેકટેરિયાને તો મારે જ છે, સાથે જ સારા બેકટેરિયાને પણ ખતમ કરી નાખે છે અને પછી મહિનાઓ સુધી સમસ્યા થઈ શકે છે.
બાળકોના મામલે ન કરો ચૂક
નિષ્ણાંતો જણાવે છે કે નાના બાળકોને એન્ટીબાયોટિક આપવા પર આગળ જઈને તેમનું લિવર ફેટી થઈ જાય છે. એટલા માટે બાળકોને બને એટલા દવાથી દૂર રાખવા જોઈએ. જો કે રસીઓ બધી જ લગાવડાવવી જોઈએ.
નોંધ: આ લેખ આરોગ્યની સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.


