Placeholder canvas

વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી…

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી લાવવામાં આવી હતી

આ વાનગીઓ મિલેટ માંથી બનાવવામાં આવી હતી જેમાં પોષક તત્વો તરીકે ફાઇબર અને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ હોય છે આ વાનગી પોષક વર્ધક અને સ્વાદિષ્ટ પણ હોય છે. મિલેટ ના મહત્વ વિશે વર્કર બહેનોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસના ચેરમેન સરોજબેન ડાંગરોચા તથા પ્રાંત અધિકારી વાંકાનેર, આરોગ્ય અધિકારી વાકાનેર તથા વાંકાનેર ઘટકના સીડીપીઓ ચાંદનીબેન વેદ, અલ્પાબેન કચાવા તથા icds સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. વિજેતા સ્પર્ધકને ઇનામ તથા સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો