ખેડૂતો 7 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
મોરબી અપડેટ: મોરબી જિલ્લાના ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ પ્રોત્સાહક અને સહાય યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા જણાવ્યા મુજબ, ખેતીવાડી ખાતેદારોને ખેતીના ઓજારો તેમજ ખેતીને લગતી વિવિધ વસ્તુઓની ખરીદી માટે મળવાપાત્ર સહાય સહિતની યોજનાઓનો લાભ લેવા માટે 24 ઓગસ્ટ 2026થી 7 સપ્ટેમ્બર 2026 સુધી તાલુકા મુજબ ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે.
ખેડૂતોને વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ – ikhedut.gujarat.gov.in ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ખેડૂતોને સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
