Placeholder canvas

ખેડુતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓની અરજી આઈ ખેડુત પોર્ટલ પર સોમવારથી કરી શકાશે.

મોરબી : ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે મેળવવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓમાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે.જેથી અરજદારે ઓનલાઇન અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઈ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે.તેથી તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે.

જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડુતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. સને ૨૦૨૨-૨૩થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓમાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે.આથી,અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી.પરંતુ,ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે.

આ સમાચારને શેર કરો