Placeholder canvas

ભરણપોષણનો કેસ લડતી પત્ની પર પતિએ ફાયરિંગ કરીને માથે એક્ટિવા ફેરવી દીધું.!!

નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રુરતાપૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. જો કે, ભાગતી સમયે હેલ્મેટ પડી જતા આરોપી પતિની ઓળખ છતી થઈ ગઈ હતી. પોલીસે હાલ આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. તો બીજી તરફ મહિલાનાં પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચતાં વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. અને મરણજનાર મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી હતી.

આ સમાચારને શેર કરો