કપ્તાને 15મી ઓગસ્ટે વાંકાનેરની ધંધાકીય માહિતી આપતી કારોબાર ડોટ કોમ વેબસાઇટ શરૂ કરી..

વાંકાનેર: 15મી ઓગસ્ટ અને કપ્તાનના 27મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે 15મી ઓગસ્ટની રાત્રે ૯:૩૫ થી ૧૧ દરમિયાન દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 15 મી ઓગસ્ટ અને કપ્તાનના 27મા જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. તેમજ તેમની સાથોસાથ વાંકાનેરવાસીઓને વાંકાનેરના ધંધા-ઉદ્યોગની સંપૂર્ણ માહિતી તેમના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં મળી રહે તેવી વેબસાઈટ કારોબાર ડોટ કોમ ને વાંકાનેરના ગાયક કલાકાર (દિવ્યાંગ) મયુરસિંહ ઝાલાના હસ્તે લોન્ચ (શરૂ) કરવામાં આવેલ છે.

કપ્તાને શરૂ કરેલી કારોબાર ડોટ કોમ વેબસાઈટમાં સુધી જુદી ૩૫થી ૪૦ કેટેગરી બનાવવામાં આવી છે આ કેટેગરીમાં વાંકાનેરમાં ચાલી રહેલા ધંધા-ઉદ્યોગની સંપૂર્ણ માહિતી અપલોડ કરવામાં આવી રહી છે. હાલમાં થોડી માહિતી અપલોડ કરેલ છે, પરંતુ ટૂંક સમયમાં જ કપ્તાન દ્વારા તમામ ધંધા-ઉદ્યોગ ની માહિતીનું કલેક્શન કરીને અપલોડ કરવામાં આવશે આ કામ ખૂબ લેેનધી છે એટલે સમય લાગશે પરંતુ દિવાળી પહેલા કારોબાર ડોટ કોમ માં વાંકાનેરની સંપૂર્ણ ધંધાકીય માહિતી મળતી થઈ જશે.

હવે તમારે કોઈપણ પાર્ટીના ફોન નંબર, વોટસએપ નંબર, ઇ-મેલ, વેબસાઈટ, સોશિયલ મિડિયા લીન્ક, એડ્રેસ, મેપ લોકેશન, કંપની ડીલર શીપ ડિસ્ટ્રીબ્યુટરશીપની માહિતી તેમજ જે તે દુકાન-ધંધા-ઉદ્યોગ વિશે ટૂંકી માહિતી વગેરે ઝીણામાં ઝીણી બાબતો કપ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલી વેબસાઈટ કારોબાર ડોટ કોમ માં કંઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે આપ સર્ચ કરી શકો…

આ વેબસાઈટમાં વાંકાનેરની સંપૂર્ણ માહિતી અપલોડ થઇ ગયા બાદ કારોબાર ડોટ કોમની મોબાઈલ એપ પણ બનાવવામાં આવશે. આપની પાસે કપ્તાનના પ્રતિનિધિ માહિતી માટે આવી ત્યારે આપના ધંધા-ઉદ્યોગની સંપૂર્ણ અને સાચી માહિતી તમને જે ફોર્મ આપે તેમાં લખી આપશો અને નીચે સહી અને સિક્કો મારી દેવા અને વીઝીટીંગ કાર્ડ આપવા વિનંતી છે. જેથી આપણે વાંકાનેરના કારોબારને કારોબાર ડોટ કોમ સચોટ રીતે અપલોડ કરી શકીએ…

કારોબાર ડોટ કોમ સર્ચ કરવા માટેની લીંક… હોમ પર ક્લીક કરો

Home

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો