Placeholder canvas

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો ?

મોરબી જીલ્લા પર મેધરાજાની મહેર સતત વર્સી રહી છે જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે, ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ છે. છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જીલ્લામાં મોરબીમાં ૨.૫ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લામાં વરસાદ શરુ થયો હતો તો છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલ વરસાદમાં મોરબીમાં ૬૪ એમએમ, ટંકારા ૧૧ એમએમ, માળિયા મિયાણા ૪ એમએમ, વાંકાનેર ૩ એમએમ વરસાદ નોધાયો છે. જ્યારે આજે સવારથી જ મોરબી શહેર અને તાલુકામાં ધીમીધારે વરસાદ શરુ થયો છે તો ભારે વરસાદની મોરબી જીલ્લામાં આગાહી કરવામાં આવી છે જેને પગલે વહીવટી તંત્ર પણ સજ્જ છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

નદીના પાણીનો દરિયાના પાણી સાથે સંગમનો અદ્ભૂત નઝારો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://youtube.com/shorts/5UsxJjJceVM?feature=share
આ સમાચારને શેર કરો