ગુજરાત

કચ્છમાં અશ્વપ્રેમી રેસ સમિતિ અબડાસા દ્રારા યોજાયેલ ઘોડારેસમાં ગાંધીધામ પડાણાના ઘોડાએ મેદાન માર્યું.

અબડાસા તાલુકાના કનકપર નજીક કોઠારા ભુજ રોડ પર રામવાડી મધ્યે આજરોજ અશ્વપ્રેમી રેસ સમિતિ અબડાસા દ્વારા આયોજિત ઘોડા દોડ યોજવામાં આવી હતી આ દોડમા લખપત રાજકોટ મુંદ્રા ભચાઉ રાપર ગાંધીધામ ભુજ અબડાસા માંડવી ખાવડા વિસ્તારના અશ્વપ્રેમીઓ ભાગ લીધો હતો. બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડયા હતા. અબડાસા તાલુકામાં જાણે મુંબઈનો રેસકોર્ષ મૈદાન જેવો નઝારો જોવા મડયો હતો.

આ ઘોડા દોડના આયોજન સમિતિના પ્રમુખ સલીમભાઈ હિંગોરા અને મહામંત્રી ઈબ્રાહિમભાઈ હિંગોરા ધનાવાડા વાલાએ કરી હતી આવેલા મુખ્ય મહેમાનોને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા રેસમાં પચાસ હજાર જેટલી માતબર રકમ ઈનામો ના મુખ્ય દાતાઓ હાજીજાકુબ હિંગોરા અને મજીદભાઈ હિંગોરા ધનાવાડા અને જગતભાઈ ચોધરી હરીયાણા અને અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય ગીરીરાજ સિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા નલીયા અને રામદેવસિંહ જાડેજા નો સહયોગ રહ્યો હતો

રેસ મુખ્ય ભુમિકા પંચોની હોય છે આ રેસમાં પંચ તરીકે જકરીયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રીટાયર્ડ પીએસઆઇ હાજીઈશાકભાઈ હિંગોરા, હાજી મામદસિધીક હિંગોરા સરપંચ ગઢવાડા, માજી સરપંચ હાજીરજાકભાઈ હિંગોરા ખીરસરા, હાજીનુરમામદ હિંગોરા અને અજીજ હિંગોરા સહિતના આગેવાનો એ ભુમિકા ભજવી હતી.

મોટી રેવાલ દોડમાં પ્રથમ નંબરે પડાણા ગાંધીધામના ઈકબાલભાઈ હારૂન ચાવડાને 11000 બીજા નંબરે ડુમરાના હાજીબબા ભજીર ને 7000- ત્રીજા નંબરે નંબર જાડેજા બાપજી ભેદી ને 5100- રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યુ હતું. જ્યારે નાની રેવાલ દોડમાં પ્રથમ નંબરે હમીદભાઈ તૂર્ક વિઝાણ 7000- બીજા નંબરે દેવુભા જાડેજા વાગળ 5100- ત્રીજા નંબરે અબ્દ્રેમાન ભુજ 3100 રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યુ હતું.
સાથે સરાળો દોળ પણ રાખવામાં આવી હતી તેના પ્રથમ નંબર ને 3100- બીજા નંબર ને 2100- ત્રીજા નંબર ને 1500 રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો. એ પછી અદાંત દોળ પણ રાખવામાં આવી હતી તેમાં પ્રથમ નંબર ને-2100- બીજા નંબર ને 1500- ત્રીજા નંબર ને 1100- રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો

આ રેસમાં અબડાસાના માજી ધારાસભ્ય ઈબ્રાહિમભાઈ મંધરા, જીલ્લા પંચાયત સદસ્ય પુરષોત્તમભાઈ મારવાડા નખત્રાણાના મુસ્લિમ આગેવાન શફીમામદ ભાઈ હિંગોરા, યાકુબભાઈ મુતવા, વરિંદભાઈ જત અને માજી સરપંચ ઈસ્માઈલ ભાઈ સહિત ના વિવિધ આગેવાનો એ હાજરી આપી હતી.

ઘોડારેસનો જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો