ગુજરાત

આજે 5 જિલ્લામાં હીટવેવની આગાહી…

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે (12 માર્ચે) રાજ્યમાં 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના મતે આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

આ સમાચારને શેર કરો