ગુજરાતમાં ‘હીટવેવ’ની ચેતવણી: અંબાલાલ પટેલની આગાહી, પારો 45 ડિગ્રીને પાર જશે
ગુજરાતમાં હવે ઉનાળો પોતાનું અસલી રૂપ બતાવવા જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં હવે ચૂંટણીના પ્રચારની સાથે સાથે કુદરતી પારો પણ આસમાને પહોંચવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હીટવેવની ગંભીર ચેતવણી આપી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે, જ્યાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
આજથી રાજ્યના તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળશે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.”અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20મી એપ્રિલ આસપાસ ગરમી વધુ આકરી બનશે.
ગરમીનો પારો ઉંચકાશે
ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર બની શકે છે, જ્યાં તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેશે.”ચૂંટણીના ધમધમાટ વચ્ચે આ આકરી ગરમી ઉમેદવારો અને કાર્યકરોની કસોટી કરશે. બપોરના સમયે લૂ વાવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે. જો બહાર નીકળવું જ પડે તો પુષ્કળ પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવા વિનંતી કરાઈ છે. આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહેવાની શક્યતા છે.
હીટવેવ’ની ચેતવણી

