Placeholder canvas

વાંકાનેર: ભેરડાની સીમમાં શેઢો સળગાવવાની ના પાડનારને પડ્યો ધોકો !!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતે બાજુના ખેતર માલિકને શેઢો સળગાવવાની ના પાડતા બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા હેમુભાઈ જેસિંગભાઈ સાબરીયાએ ઉધડમાં જમીન વાવવા રાખી કપાસ વાવ્યો હોય બાજુમાં વાડી ધરાવતા આરોપી ભરો રસાભાઈ મકવાણા અને રસાભાઈ જીવાભાઈ મકવાણા, રહે. બન્ને ખાનપર વાળા શેઢો સળગાવતા હોવાથી હેમુભાઈએ બન્નેને ના પાડી હતી.

વધુમાં બન્ને આરોપીઓને શેઢો સળગાવવાની ના પાડતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના ધોકા વડે હેમુભાઈ ઉપર હુમલો કરતા હેમુભાઈને ઇજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો