Placeholder canvas

વાંકાનેર: ભત્રીજી વિશે ખરાબ બોલનારને ઠપકો આપતા, ઈંટ મારી દીધી.!

વાંકાનેર : આરોગ્ય નગરમાં રહેતા યુવાને પોતાના ભાઈની દીકરી ભત્રીજી વિશે ખરાબ વાતો કરતા શખ્સને ટપારતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા સંજયભાઈ જીવણભાઈ વિરાણીના ભાઈની દીકરી વિશે આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયા ખરાબ વાતો કરતો હતો. જેથી સંજયભાઈએ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયાએ સંજયભાઈને ગાળો આપી માથામાં તેમજ વાંસાના ભાગે ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો