Placeholder canvas

મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચની હેડક્લાર્કની એક્ઝામ10માં રેન્ક સાથે પાસ કરતી હિના કડીવાર.

વાંકાનેર: મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચની હેડક્લાર્કની એક્ઝામમાં10મા રેન્ક સાથે કડીવાર હિના ઉસ્માનભાઈ ઉત્તીર્ણ થયેલ છે.

હિના સાયન્સની વિદ્યાર્થીની છે, તેમને આણંદની એસ.પી. યુનિવર્સિટીમાંથી બી.એસ.સી., બી.એડ. ગોલ્ડ મેડલ સાથે પાસ કરેલ છે. તેમને ગુજરાત સ્ટેટની GSSSB દ્રારા મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ માટે લેવાયેલી હેડક્લાર્કની એક્ઝામ 10માં રેન્ક સાથે પાસ કરેલ છે. ટૂંક સમયમાંજ તેમને એપોઈનમેન્ટ આપવામાં આવશે.

હીના મૂળ અરણીટીંબાના વતની અને હાલ વાંકાનેર ચંદ્રપુર રહેતા અને LICમાં D.O. તરીકે સેવા નિવૃત થયેલા ઉસ્માનભાઈ કડીવારના પુત્રી છે. હિનાએ આ સફળતા મેળવીને પોતાની કેરિયરની સાથો સાથ વાંકાનેરનું ગૌરવ વધારેલ છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો