Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજમાં ગોલ્ડ મેડલની હેટ્રીક

રાતીદેવીની વિદ્યાર્થીની હેતલ ત્રિભોવનભાઈ વોરાએ ગોલ્ડ મેડલ મેળવીને વાંકાનેર તાલુકા અને રાતીદેવળી ગામનું ગૌરવ વધાર્યું.

વાંકાનેર: દોશી કોલેજની વિદ્યાર્થીની વોરા હેતલને 20 મી જાન્યુઆરી 2023ના રોજ ત્રણ ગોલ્ડ મેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલના હસ્તે આપવામાં આવશે.

વાંકાનેરની દોશી કોલેજને ગયા વર્ષે કુલ ત્રણ ગૌલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મળેલા હતા ચાલુ વર્ષે વધારાના ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મુખ્ય વિષય ગુજરાતીની સાથે બી,બે કરેલ રાતીદેવીની વિદ્યાર્થીની હેતલ ત્રિભોવનભાઈ વોરાને પ્રાપ્ત થયેલ છે, જેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૦/૦૧/૨૦૨૩ ના રોજ પદવીદાન સમારંભમાં મહામહીમ રાજ્યપાલશ્રીના હસ્તે ગોલ્ડ મેડલો પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ મેડલ અને બે પ્રાઈઝ તથા અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ અને એક પ્રાઈઝ મળેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બધી જ કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ.માં સૌથી વધુ માર્કસ કુ. હેતલ વીરાએ પ્રાપ્ત કરેલ છે, તેઓને પ્રમુખ, સેક્રેટરી, આચાર્ય અને સર્વે અધ્યાપકો દ્વારા અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા દોશી કોલેજ પરિવારે પાઠવી હતી.

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો