મોરબીના ખેડૂતોને ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાનીનું વળતર ચુકવવા માંગ

કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોના થતા પાક નુકશાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવે અને ખેડૂતોને તાકીદે નુકશાની વળતર ચુકવવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ખરીફ ઋતુ માટેના પાક વાવેતર વિસ્તારને આવરી લઈને અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કુદરતી આપત્તિથી થતા જોખમોથી ખેડૂતોને થતા પાક નુકશાન સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં અતિવૃષ્ટિ માટે દક્ષીણ ગુજરાત સિવાયના તમામ જીલ્લામાં જો ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઉભા પાકમાં નુકશાન થયેલ હોય તો તેને અતિવૃષ્ટિ જોખમ ગણવામાં આવેલ છે તેમજ સહાયનું ધોરણ ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાનીની ટકાવારી ૩૩ ટકા થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂ ૨૦ હજાર અને જો ૬૦ ટકાથી વધુ હોય તો ૨૫ હજાર બંનેમાં મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાનું જણાવેલ છે.

હાલમાં તા. ૨૩ અને ૨૪ ના રોજ મોરબી જીલ્લાના તમામ તાલુકામાં અતિ ભારે વરસાદ થયેલ છે જેથી પાકનું વ્યાપક નુકશાન થયું છે એટલે કે ૩૩ ટકાથી પણ વધારે નુકશાન છે પરંતુ મોરબી જીલ્લામાં ૪૮ કલાકમાં ૫૦ ટકા જેટલા વિસ્તારમાં ૨૫ ઇંચ કે તે સિવાયના વિસ્તારોમાં ૧૦ થી ૧૫ ઇંચ જેટલો વરસાદ થયેલ છે પણ નુકશાન ૩૩ ટકાથી પણ વધારે છે તો તા. ૧૦-૦૮ ના ઠરાવમાં ઉદાર મન રાખીને અને ખાસ કિસ્સામાં નુકશાન ભોગવેલ તમામ ખેડૂતો બેઠા થાય તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખાસ કિસ્સામાં આ યોજનાની સહાય મળે તેવો સુધારો કરવા તેમજ નુકશાનીનું તાત્કાલિક સર્વે કરાવવા અને વળતર ચુકવવા માંગ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો