દોશી કોલેજ વાંકાનેરની કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા અંગે ‘હેલ્પ સેન્ટર’ તરીકેની નિમણૂક…
વાંકાનેર:શ્રી દોશી કોલેજ, વાંકાનેરને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા અંગે ” હેલ્પ સેન્ટર ” તરીકેની નિમણૂક કરવામાં આવી છે.
વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી ગુજરાત સરકાર દ્વારા ” હેલ્પ સેન્ટર ” તરીકેની નિમણૂક કરેલ છે જેમાં ” ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ” તરીકે દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રી માં ફોર્મની એન્ટ્રી કરી આપવામાં આવશે તેમજ તેના ફોર્મનું વેરિફિકેશન પણ કરી આપવામાં આવશે.
આ માટે દોશી કોલેજ દ્વારા એક whatsapp ગ્રુપ બનાવવામાં આવેલ છે. જેમાં ગુજરાતની 15 યુનિવર્સિટી સાથે જોડાયેલી કોઈપણ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીઓ તે ગ્રુપમાં જોડાઈ શકે છે.ગ્રુપમાં જોડાવવા માટેની લીંક આ સાથે સામેલ છે.
આ whatsapp ગ્રુપમાં પ્રવેશ અંગેની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે, ફોર્મની ઓનલાઇન એન્ટ્રી અંગે અને ફોર્મના વેરિફિકેશન અંગેની સંપૂર્ણ માહિતી ઘરબેઠા મળી શકશે.
ખાસ નોંધ : આ whatsapp ગ્રુપમાં તા. સાતમી એપ્રિલ 2025 ને સોમવારથી માહિતી મૂકવામાં આવશે ત્યાં સુધીમાં પ્રવેશ અંગે રસ ધરાવતા દરેક વિદ્યાર્થીઓએ જોઈન્ટ થઇ જવા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ.ચુડાસમાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
વોટસએપ ગૃપમાં જોડાવવા માટેની લીંક…
https://chat.whatsapp.com/GHIZkvghbWA8as9MilVjH9

