Placeholder canvas

વાંકાનેર શહેરમાં સાંજે 5 વાગ્યે પડ્યુ વરસાદી ઝાપટું: પાવર ગૂલ.

વાંકાનેર : આજે સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેર શહેરમાં અચાનક વરસાદનું ઝાપટુ પડ્યું હતું. શહેરના પાકા રસ્તાઓ પર પાણી ચાલવા લાગ્યા હતા.

હવામાન ખાતા અને વેધર એનાલિસ્ટની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ઝાપટા પડવાની આગાહી હતી તે મુજબ આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેરમાં એક સારું એવું ઝાપડું પડી ગયું… પ્રથમ વરસાદથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાથી ઠંડક ને બદલે બફારો વધ્યો હતો. આપની મોન્સૂન એક્ટીવીટી ના કારણે આ વરસાદી ઝાપટાના કારણે લોકોમાં વરસાદની આશા બંધાઇ છે અને સમયસર વરસાદ થાય તો ખેડૂતો વાવણીના કામે લાગી જાય અને વાતાવરણમાં થોડી ઠંડક આવે.

એક સામાન્ય ઝાપટું પડવાથી જ વાંકાનેર શહેરમાં લાઈટ ગુલ થઇ ગઇ હતી, એક તો બફારો અને પાછી વીજળી નહીં જેથી લોકો રીતસરના નીતરી ગયા હતા. પીજીવીસીએલ પ્રિમોન્સુન કામગીરી કેવી અને કેટલી થઈ એ દેખાઈ આવી…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

જુઓ વરસાદ વિડિયો…
આ સમાચારને શેર કરો