રાજકોટમાં ભારે વરસાદ: નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ.
ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2નાં દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા.
રાજકોટ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સર્જાતા રાજ્ય સાથે સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે રાતથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જામકંડોણા વિસ્તારમાં રામપર નદીમાં એક કાર પણ તણાઇ છે જેમાં ત્રણ જેટલી મહિલાઓ હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે વંથલીનાં ભુપતભાઇનો બચાવ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2નાં દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને સતર્ક કરી દેવામાં આવ્યાં છે. રાજકોટનાં લક્ષ્મીનગરનું ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે. ઠેર ઠેર થયેલા નવરાત્રીનાં આયોજનો રદ થવાની શક્યતા છે. અર્વાચીન ગરબીઓના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અનેક આયોજનો કેન્સલ થવાની સંભાવના છે.
ડેમ ફરીવાર ઑવરફ્લો :- રાજકોટ ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક યથાવત રહેતા આજી 1, આજી 2, ન્યારી 1 અને ન્યારી 2 ડેમ ફરીવાર ઓવરફ્લો થયા છે. લાલપરી તળાવ પણ છલોછલ ભરાયું છે. સતત વરસાદનાં કારણે ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાતા તેમના જીવ અધ્ધર થઇ ગયા છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે હાલનો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કાર તણાઇ :- ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ રહી છે. કાર હજી પાણીમાં ગરકાવ છે. કારમાંથી ભુપતભાઇ મારકણા નામના વ્યક્તિનો સ્થાનિકોએ જીવ બચાવી લીધો છે. ભુપતભાઇને 108માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…