Placeholder canvas

વાંકાનેર: જોધપરમાં ભારે પવન સાથે પડેલા વરસાદે તારાજી સર્જી

ભારે પવન સાથે પડેલા વરસાદમાં કુકડાકેન્દ્ર, લીંબુનો બગીચો અને વીજળીના પોલ ધરાશાયી થયા…

વાંકાનેર ગઈકાલે 27 નેશનલ હાઈવે પર આવેલ જોધપર ગામમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો થોડા સમયમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

આ વરસાદ સાથે વાવાઝોડા જેવો ભારે પવન હોવાના કારણે જોધપર ગામની સીમમાં આવેલા કેટલાક કુકડાકેન્દ્રોમાં ભારે નુકસાની થઈ છે, અમુક ધરાશાયી થઈ ગયા છે જ્યારે શેરસિયા મામદ અબુજીના લીંબુના બગીચામાં લીંબુનો ચોથ બોલાવી દીધો છે, બગીચામાં ભારે નુકસાની થવા પામી છે. સાથોસાથ પીજીવીસીએલના ઘણા બધા થાંભલાઓ પણ ધરાશાયી થઈ ગયા છે.

આમ ગઈકાલે જોધપર ગામ અને આસપાસના વિસ્તારમાં પવન સાથે પડેલા વરસાદ ખૂબ મોટી તારાજી સર્જી ગયો છે અને ખેડૂતોને મોટી નુકશાની થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાવતે વાવાઝોડા બાદ ખેડૂતોએ ચોમાસામાં વાવેતર કરવા માટેની હજુ ખેતી કરી હતી ત્યાં જ ફરી પાછો વરસાદ પડતાં ખેડૂતો ને ફરી પાછી ખેતી કરવાનો ખર્ચ થશે, આ ઉપરાંત કેટલાક ખેડૂતોનો હજુ પશુનો ચારો અને અન્ય ખેતીના પાકો બહાર હોવાથી તે પણ પલળી ગયા હતા. આમ જોધપુર ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતોને આ વરસાદથી મોટી નુકસાની થઈ છે.

જુઓ લીંબુના બગીચાના હાલ…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો