Placeholder canvas

અતિભારે વરસાદની આગાહી: ગુજરાતમાં 10 ટીમ સ્ટેન્ડ બાય

નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની છઠ્ઠી બાલીયન વડોદરા શહેર નજીક જરોદ ગામે કાર્યરત છે. એનડીઆરએફ કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટના સમયે સક્ષમ કામગીરી કરવા સજજ છે. ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને એનડીઆરએફની 10 ટીમો તૈયાન કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના આઠ જિલ્લા અને રાજસ્થાનના બે જિલ્લાનો સમાવેશ કરાયો છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને જરોદની છઠ્ઠી બટાલીયનની 10 ટીમો તમામ સાધનો સાથે સજજ કરી તૈનાત કરાઇ છે. જેમાં ગુજરાતનાં આઠ જિલ્લા અને રાજસ્થાનના બે જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ ૧૦ ટીમો તૈનાત કરાઇ છે. આ પ્રત્યેક ટીમમાં 25 તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો છે. જે વાવાઝોડું અને પૂર જેવી આફ્તોમાં લોકોને ઉગારવાની કુશળતા ધરાવે છે.

ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં આઠ ટીમો પહોંચી ગઇ છે. જ્યારે બે ટીમો રાજસ્થાનના કોટા અને ઉદેપુર ખાતે મોકલાઇ છે. આફ્તો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના પ્રમાણે કામ કરશે. આ ટીમો આફ્ત પ્રસંગે સંદેશા વ્યવહાર માટેના જરૂરી સાધનો અને ઉપકરણો, પ્રાથમિક સારવાર માટે જરૂરી તબીબી સાધન સામગ્રી, બોટ્સ, લાઇફ્ જેકેટ્સ સહિતના આધુનિક સાધનોથી સજજ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો