વરસાદ: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલ સુધી રાજ્યના 18 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે.
હવામાન વિભાગની આગાહીના અનુસાર આજથી મેઘરાજાએ ગુજરાતમાં પગરવ માંડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવરાત્રીનાં દિવસે જ વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓને રંગમાં ભંગ પડ્યો છે. આજે રવિવાર પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી જતા સમગ્ર ગુજરાતમાં વરસાદના આયોજનો રઝળી પડે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 18 જિલ્લામાં હજી પણ ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદમાં યલો એલર્ટ એટલે કે છુટા છવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની કોઇક જગ્યાએ શક્યતા છે.
29 તારીખે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરામા વરસાદની શક્યતા નહીવત્ત છે. કચ્છ,બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, આણંદ અને ભરૂચમાં યલો એલર્ટ એટલે કે છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે.
30 તારીખે વરસાદનું જોર ઘટશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદામાં કોઇ વરસાદની શક્યતા નથી. કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. દેવભુમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેજન્ટ એલર્ટ છે.

