ગુજરાત

સાવચેત રહેજો: આજે સમગ્ર રાજ્યમાં ભારે માવઠાની આગાહી, 40થી60 કિમીની સ્પીડે પવન ફૂંકાશે…

છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળો અને પવન ફુંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. આજે મંગળવારે બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. એ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદ સાથે પ્રતિ કલાકે 40થી 60 કિ.મીની સુધીની ઝડપે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી હતી.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, મંગળવારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, કચ્છ, રાજકોટ અને મોરબીમાં વરસાદી માહોલ રહેશે.

આ સમાચારને શેર કરો