વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસે કાચા રસ્તેથી વાહનો હાકવાની બાબતે માથાકૂટ

વાંકાનેર : વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે કાચા રસ્તેથી વાહનો પસાર કરવા મામલે 12 ઈસમોએ એક વ્યક્તિને મારમારી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ આ ફરિયાદી તેમજ અન્ય લોકો સામેપક્ષે મહિલા મજુરને વગર કારણે માર મારવા અંગે પણ ફરિયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ નવા વઘાસીયા ગામના દિલીપભાઇ કરશનભાઇ વાઢેરે રવી ઝાલા, ખેંગારસિંહ હઠેસિંહ ઝાલા, ભગતસિંહ ખેંગારસિંહ ઝાલા, હરપાલસિંહ, ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા, પિન્ટુ જનકસિંહ ઝાલા, મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા, મયુરસિંહ રણજીતસિંહ ઝાલા, મયુરસિંહ મહાવિરસિંહ ઝાલા, રવી જેને પાણીનો ફિલ્ટર પ્લાન છે તે, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે.બધા વઘાસિયા વાળાઓ વિરુદ્ધ વઘાસીયા ટોલનાકા નજીક કાચા રસ્તેથી વાહનો પસાર કરવાના રોષમાં ઢીકાપાટુનો માર મારી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની સાથે દવાખાને સારવાર લેવા જતા ત્યાં પણ હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૩૩૭,૩૭૯(એ)(૧),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦બી તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S),૩(૨),(૫-A) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

જ્યારે સામે પક્ષે વઘાસીયા પાણીના પ્લાન્ટ પાસે ખેંગારસિંહ હઠીસિંહ ઝાલાની ઓરડીમા રહેતા સીમાબેન દીનેશભાઈ ભાભર નામના મહિલાએ દીલીપભાઈ ઉર્ફે મેપાભાઈ કરશનભાઈ વાઢેર, કરશનભાઈ પુનાભાઈ વાઢેર, રમણીકભાઈ કરશનભાઈ વાઢેર, કલાભાઈ પુનાભાઈ વાઢેર, ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર, જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર, રાજેશભાઈ કલાભાઈ વાઢેર અને ખેંગાર પુનાભાઈ વાઢેર રહે.બધા વધાસીયા વાળાઓ વિરુદ્ધ વિના કારણે હાથમા લાકડી,પાઈપ,ધોકા જેવા હથીયારો ધારણ કરી આવી એકસંપ કરી સીમાબેનને મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો