ગુજરાત

પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી: ગુજરાતના થશે મેઘતાંડવ, આ જિલ્લાઓમાં 15 ઈંચ વરસાદ પડશે…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે ડરાવી દે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે. જેની અસરથી ગુજરાતમાં આવનારા 36 કલાકમાં જોવા મળશે.

લો પ્રેશર સ્ટ્રોંગ ડિપ્રેશનમાં ફેરવાયું
ગુજરાતમાં અત્યારે સાવર્ત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધા વિના વરસી રહ્યો છે. ત્યારે હજી 36 કલાક વરસાદથી રાહત મળે તેવી શક્યતા નથી. બંગાળી ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અત્યારે ગુજરાતની નજીક પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જે હવે વધારે સ્ટ્રોંગ બન્યું છે. જેની અસર 24 થી 36 કલાકમાં અસર જોવા મળશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં થી બે-ત્રણ ઇંચથી લઈને 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જોકે હજી આવનારા 36 કલાકમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. અત્યાર સુધી જે વરસાદ પડ્યો તે પ્રિ કલાઉડ સિસ્ટમની અસર હતી પરંતુ હવે સિસ્ટમ છે તે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. સિસ્ટમનો સેન્ટર પાર્ટ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પર જોવા મળશે. એટલે કે ભાવનગરથી લઈને ખંભાતના અખાત સુધી બરોડાથી લઈને આણંદ, કપડવંજ, અમદાવાદ, સાણંદ, વિરમગામ સુધી આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે.

કલ્પના બહારનો વરસાદ પડશે
આ વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. જે આગળ જતાં કચ્છ અને સૌરાષ્ટ્રથી થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે. આગામી 36 કલાક સુધી રાજ્યમાં મેઘ તાંડવ જોવા મળશે. એક વિસ્તારોની અંદર 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે. અનેક વિસ્તારની અંદર તમારી કલ્પના બહારના પણ વરસાદ પડી શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદી આફત સર્જાશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર , બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ ખાતાના ભાગો આટલા જિલ્લાઓ આગામી 36 થી 40 કલાક માટે ડેન્જરમાં ગણી શકાય. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાશે. આ વખતનો વરસાદ અમુક વર્ષોને રેકોર્ડ તોડી શકે છે. 36થી 40 કલાક આપણે સાવધાન રહીએ, સુરક્ષિત રહીએ.

આ સમાચારને શેર કરો