આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સાંજે 4 વાગ્યાથી લઇને આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે, ભારે,મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી લઇ આગામી 3 કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

