વાંકાનેર

વાંકાનેરમાં છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો.

વાંકાનેર: વરસાદની ઘણી રાહ જોયા પછી ગઈકાલે બપોરની આસપાસ વરસાદનું આગમન થયું અને એવું આગમન થયું કે ચારે કોર પાણી પાણી કરી દીધું આ વર્ષે પ્રથમ વખત નદી નાળામાં પાણી આવ્યા અને મોટાભાગના તમામ નાના ડેમો અને ચેકડેમો ઓવરફલો થઈ ગયા. જોકે હજુ મચ્છુ 1 ડેમ ઘણો બધો ખાલી છે. તેમાં પણ પાણીની આવક ચાલુ થઈ ગઈ છે.

વાંકાનેર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ ગઈકાલે બપોરે 11:00 12:00 વાગ્યાની આસપાસ શરૂ થયેલ વરસાદ આખો દિવસ વરસાદ વરસ્યો હતો જે સાંજના છ વાગ્યા સુધીમાં 120 mm એટલે કે પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે રાત્રે 61 એમ એમ એટલે કે અઢી ઇંચ વરસાદ પડ્યો છે આમ છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ગઈકાલે વાંકાનેર તાલુકાના મહીકા ગામે વીજળી પડી હતી જેમાં એક ભેંસનું મોત થયું છે, તો ઠેર ઠેર પાણી ભરાયા છે, નેશનલ હાઇવે પર પણ રેલવેનાલા પાસે પાણી ભરાઈ ગયા જતા થોડીવાર માટે હાઈવે બંધ થઈ ગયો હતો. કોઈ જગ્યાએ પાણીના નિકાલ બંધ કરી દેતા અન્ય કારખાનામાં પાણી ઘૂસી ગયા નદીનાળામાં વધુ પાણી આવતા અને પાણી આડા અવળું ફાટતાં કયાંક દીવાલો પડે અને કયા ધોવાણ થયું સદનશીબે હજુ સુધી કોઈ માનવજાનહાનીના સમાચાર નથી.

આ સમાચારને શેર કરો