વાંકાનેરમાં ગત રાત્રે એકથી દોઢ ઇંચ વરસાદ….
વાંકાનેર ગત રાત્રે વાંકાનેરમાં વરસાદે વીતસર ની જમાવટ કરી હતી પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. સમગ્ર તાલુકામાં લગભગ એક કલાક જેટલા સમયમાં વધતા ઓછા પ્રમાણમાં આશરે એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
આ એકથી દોઢ કલાક પડે વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું હતું અને નેશનલ હાઇવે પર ડિચણ સામાણા પાણી ભરાયા હતા, નેશનલ હાઈવે બંધ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી,એવા સમયમાં વરસાદ બંધ થઈ જતા રાહત મળી હતી. જેથી નેશનલ હાઈવે ચાલુ રહ્યો હતો. નેશનલ હાઈવે પર રેલવેના બ્રિજ પાસે પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ ત્યાં નેશનલ હાઇવે ઓથોરિટી આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવી રહ્યું નથી. જેમને પરિણામે પસાર થતા વાહનો અને લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.
આ વરસાદ ખેડૂતો માટે ‘પડ્યા પર પાટા’ સમાન છે થોડા ઘણા ખેતીના પાક બચી ગયા હતા. તેમાં પણ હવે નુકસાની થવાની શક્યતા જ નહીં પણ પાક ફેલ થવાની શક્યતા છે. સરકારે તો વહેલાસર સહાય ન આપવી પડે એટલ ચોમાસુ પૂરું થયાનું જાહેર કરી દીધું છે.