Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુરમાં ભારે પવન સાથે તોફાની વરસાદ: કરા પડ્યા

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર આવેલ ચંદ્રપુર ગામમાં આજે સાંજના 4:15 ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ ચંદ્રપુરમા ભારે પવન સાથે જોરદાર તોફાની વરસાદ પડી રહ્યો છે. શરૂઆતમાં કરા પણ પડયા હતા. ભારે પવનના કારણે કેટલાક માંડવા ઉડાડી દીધા છે.

આ કમોસમી વરસાદના કારણે ખેતીમાં મોટું નુકસાન થવાની શક્યતા, ખેડૂતો ચિંતિત

ચંદ્રપુર ખાતે આવેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની આગમચેતીના કારણે ખેડૂતો અને વેપારીના માલમાં કોઇ નુકસાન નથી થયુ. ખેડૂતોનો તમામ માલ શેડમાં છે અને વેપારીનો અમુક માલ જે નીચે હતો તેમને માર્કેટીંગ યાર્ડની તાલપત્રીથી ઢાંકી દેવામાં આવ્યો છે. આમ માર્કેટીંગ યાર્ડના વહીવટ કરતાં આગમ ચેતીના કારણે આજે ખેડૂત અને વેપારીના માલ બગડેલ નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો