ગુજરાત

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, વરસાદની 5 સિસ્ટમ થઈ સક્રિય

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજયમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે, તો 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ચાર વરસાદની સિસ્ટમ સક્રિય છે તો પાંચમી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. આ ઉપરાંત પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો