વાંકાનેરની હૉસ્પિટલમાં બાળકના હાથનું ડૉક્ટર ઓપરેશન કરે એ પહેલાં થયું મોત…

વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દેવસર ગામનો ૧૦ વર્ષનો ધો. ૪માં ભણતો વિદ્યાર્થી વનરાજ મેસરિયા શાળાથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે તે પડી જતા તેના હાથમાં ઈજા પહોંચી હતી. તેની સારવાર માટે વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બાળકને ઓ.ટી.માં ઓપરેશન કરવા લીધા બાદ 15 મિનિટમાં મોત થયું હતું. ડોક્ટરના જણાવ્યા મુજબ એનેથેસિયા બાદ આ દુઃખદ બનાવ બન્યો હતો જેથી ઓપરેશન થઈ શકયુ ન હતું.

બાળકને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલમાં દાખલ કર્યો

બાળકને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલ સંચાલકોએ ઓપરેશન માટે પરિવારને જણાવ્યું હતું, પરિવાર ઓપરેશન માટે માની ગયો હતો. જો કે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ 15 જ મિનિટમાં બાળકનું મોત નિપજ્યું હતું. અચાનક બાળકનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે બાળક હોસ્પિટલમાં ચાલીને ગયો હતો પરંતુ અમને મૃતદેહ મળ્યો હતો.

ફોરેન્સિક PM માટે તેનો મૃતદેહ લાવવામાં આવ્યો

પરિવારે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ભારે હોબાળો મચતા પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો. જોકે બાળકનું કયા કારણોસર મોત નિપજ્યું છે તે માટે રાજકોટ સિવાલમાં ફોરેન્સિક PM માટે તેનો મૃતદેહ લઇ જવામાં આવ્યો છે. (Photo by : Vikramshinh Jadeja)

કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/FIiPCNdYZVSA2LMMYShRZH

આ સમાચારને શેર કરો