વાંકાનેરમાં મસી નામની જીવાતનો ઉપદ્રવ વધતા લોકો પરેશાન

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જ્યારે ચારેતરફ ઉડાઉડ કરતી મસી નામની જીવાતો આંખ,નાક કે કાનમાં ઘૂસી જતી હોવાથી વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ઓચિંતા જીવાતોના આક્રમણથી ખાસ કરીને ખુલ્લા વાહનમાં બહાર નીકળો મુશ્કેલ થઇ ગયેલ છે.
વાંકાનેરશહેર અને ગ્રામ્ય વિસ્તાર પંથકમાં મસી નામની જીવાતનું આક્રમણ થયું છે, છેલ્લા થોડા દિવસોથી આ મસી નામની જીવાતે ભારે ઉત્પાત મચાવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર મસી નામની જીવાત ચારેકોર ઉડી રહી છે.આ જીણી જીવાત આંખ,નાક કે મોમાં ઘૂસી જાય છે અને લોકોને કપડામાં તો જાણે ચુંબકની જેમ ચોંટી જાય છે. તેમાં પણ જો તમો એ ભૂલથી પીળા કલરના કપડા પહેરી લીધા તો બસ પૂરું…!! પીળો કલર મશીને આકર્ષે છે અને પીળા કલર ઉપર મશીના થર જામી જાય છે.
આ જીવાતના ઉપદ્રવથી બચવા લોકો મોં પર રૂમાલ અને આખો પર ચશ્મા પહેરીને જ બહાર નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, મોટાભાગે લોકો નિત્યક્રમ પ્રમાણે મોઢે રૂમાલ બાંધ્યા વગર જ નીકળતા હોય તેવામાં ઝીણી જીવાત આંખ,નાક કે કાનમાં ઘૂસી જતી હોવાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે જો કે હાલ ઠંડીમાં થોડો ઘટાડો થયો છે, ત્યારે એકાદ અઠવાડિયાથી મસી નામની જીવાતે આંતક મચાવ્યો છે.
જ્યારે એક કારણ એવું પણ છે કે ખેતરોમાં એરંડા અને રાયડાનું વાવેતર થયું હોય અને ઠંડી પણ અંતિમચરણોમાં હોય જેથી મસીનો ઉપદ્રવ વધ્યો છે જોકે આ જીવાતોથી લોકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ રહેલી છે અને જીવાતોને આક્રમણથી શહેરનું અને ગ્રામ્ય વિસ્તારનું જનજીવન ખાસ પ્રભાવિત થયું છે.
