રાજકોટ: AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબની સતામણીની ફરિયાદ

રાજકોટ AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ઉત્પિડન અને ગુંડાગીરીની ફરિયાદ દાખલ કરી છે. મહિલા તબીબે એઇમ્સ ડાયરેક્ટર સહિત ચાર વિરૂદ્ધ અરજી કરતા ખળભળાટ મચ્યો છે. AIIMS ના ડાયરેક્ટર ડો. સિટીએસ કટોચ સહિત 4 લોકો સામે ઈન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કોની સામે ફરિયાદ :-
AIIMS ના ડાયરેક્ટર ડો. સિટીએસ કટોચ
DEAN ડો સંજય ગુપ્તા
HOD વિભાગના અશ્વિન અગ્રવાલ
જિલ્લા વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા

તપાસનો આદેશ :-
સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મહિલા તબીબે 4 સામે જાતિગત ભેદભાવ, ઉત્પિડન, લિંગ આધારિત ભેદભાવ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો