હળવદ: જીઆઈડીસીમાં કારખાનાની દીવાલ પડતા 30થી વધુ મજૂરો દટાયા

હળવદ : જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે, મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 30થી 40 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જતા સનસનાટી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ખુબ જ મોટો હોવાનું અને હાલમાં જેસીબી હિટાચીથી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મળેલ માહિતી મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની કામગીરી ચાલતી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 30થી 40 જેટલા મજૂરો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે. કેટલાક મજૂરો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ જ મોટો રહેવાની આશંકા સેવાઈ રહી છે.

આ સમાચારને શેર કરો