Placeholder canvas

હળવદ-ધ્રાંગધ્રાના MLA સબરીયાની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત

મોરબીમાં વેગડવાવ રોડ પર હળવદ-ધ્રાંગધ્રાના MLA સાબરિયાની કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની ઠોકરે રીક્ષામાં સવાર પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી. જેને પગલે રીક્ષામાં સવાર એક મહિલા અને એક પુરુષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.

મોરબી જિલ્લામાં આજે એક સાથે અનેક અકસ્માતના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હળવદ-ધ્રાંગધ્રાના MLA પરસોત્તમ સાબરીયાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. જ્યાં વેગડવાવ રોડ પર MLA પરસોત્તમ સાબરીયા તેમની કારમાં પસાર થતા હતાં. એ વખતે રીક્ષા સાથે તેનો અકસમાત સર્જાયો હતો. આ અકસ્માત રીક્ષામાંચાલક અને રીક્ષામાં સવાર પેસેંજરો પણ ઘાયલ થયા હતા. જેમાં પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત તથા તેમને તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. જો કે, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત થતાં ભાજપના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં.

આ સમાચારને શેર કરો