Placeholder canvas

હડમતીયા નિવાસી ડો. કેયુર પટેલને BSF નું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું

ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની ડો. કેયુર મગનભાઈ પટેલને બીએસએફમાં ડોક્ટર તરીકે નિષ્ઠા અને પ્રમાણિકતા તેમજ પ્રશંસનીય કામગીરી બદલ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી બી.એસ.એફ. નું સર્વોચ્ચ સન્માન ડાયરેક્ટર જનરલ કમેન્ડેશન રોલ પ્રાપ્ત થયેલ છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષની સર્વિસમાં આ બીજું ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ છે તથા અન્ય ઇન્સ્પેક્ટર જનરલ કમન્ડેશન સર્ટિફિકેટ પણ મળેલ છે.

તેમણે ટેલ સમાજનું તેમજ હડમતિયા ગામનું નામ રોશન કરેલ છે. હાલ તેઓ ગાંધીધામ (કચ્છ) ખાતે ફરજ બજાવે છે.

આ સમાચારને શેર કરો