Placeholder canvas

હડમતિયા કન્યા તાલુકા શાળાના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ”

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં છેલ્લા 21 વર્ષથી કન્યા તાલુકા પેમેન્ટ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ફુલતરીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવેલ.

આચાર્ય મનહરભાઈ ફુલતરીયા સાહેબ અને શિક્ષકગણ દ્વારા શાળાના બાળકોને ભરપેટ જામણવાર જમાડ્યા હતા ત્યારબાદ સાહેબનો સન્માન સમારોહ આગળ ધપાવી ગામના નવ યુવાનોના આદર્શ આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલીમ ભવનના પ્રાચાર્ય એરવાડીયા , શિક્ષણસંઘના શૈલેષભાઈ સાણજા, એસ.એમ.સી. અધ્યક્ષ, પંચાયત સદસ્યો અને ગામના સામાજિક કાર્યકર તેમજ પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશ ખાખરીયા દ્વારા મનહરભાઈ ફુલતરીયાને ફુલ ગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સન્માન સમારોહમાં કુમાર શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ હાજર રહ્યા હતા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા અને નિવૃત જીલ્લા શિક્ષણ અધિકારી એરવાડીયા દ્વારા બે શબ્દોથી નવાજવામાં આવ્યા હતા ત્યારબાદ મનહરભાઈ ફુલતરીયાને ભીની આંખે વિદાય આપવામાં આવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો