માટેલમાં યુવકને હડકવા ઉપડતા બે વ્યક્તિને બચકા ભરી લીધા…!!!

માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકને હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.

મળેલ માહિતી મુજબ માટેલમાં એક 35 વર્ષના યુવકને ત્રણ દિવસ પૂર્વે હડકાયું કૂતરું કરડયું હતું. જેથી આ યુવકને હડકવાની અસર શરૂ થઇ હોય, તેમને ગઈકાલ સાંજે બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા. બાદમાં યુવકને હાથ- પગ બાંધીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો