આજે વાંકાનેરના યુવા ઉધોગપતિ પ્રજ્ઞેશ પટેલનો જન્મદિવસ

વાંકાનેર: આજે વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજના પ્રમુખ, વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ના મેનેજીંગ ટ્રસ્ટી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની વાંકાનેર શાખાના વિકાસ સભ્ય અને જસદણ સીરામિક્સ ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડાયરેક્ટર પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.

પ્રજ્ઞેશભાઈ પટેલનો જન્મ જસદણમાં ૧લી ઓગસ્ટ 1973માં થયો હતો, તેમના પિતાશ્રી ૧૯૮૧માં ધંધાર્થે વાંકાનેરમાં આવ્યા અને જસદણ સિરામિક્સ વર્ક્સની સ્થાપના કરી. પ્રજ્ઞેશભાઈ પટેલ તેમના પિતાએ શરૂ કરેલા ધંધામાં જોડાયા અને ધંધાને આગળ લઈ જવાના ધ્યેય સાથે તેમના બંને ભાઇઓને પણ આ ધંધામાં જોડયા અને બધાએ સાથે મળીને આયોજન પૂર્વક મહેનત કરીને વાંકાનેરમાં ચાર જગ્યાએ સિરામિક ઉદ્યોગવાળું જસદણ ગૃપ વિશાળ સ્તરે પહોંસાડવામાં સફળતા મેળવી. પ્રજ્ઞેશભાઈ પટેલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના એવોર્ડ પણ મળેલ છે.

તેઓ જીઆઇડીસી એસોસિયન, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ, રાજકોટ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ યુવિ બિઝનેસમેન કલબ અનેક સંસ્થામાં કારોબારી સભ્ય તથા સક્રિય સભ્ય પદ ધરાવે છે. તેમજ પ્રજ્ઞેશભાઈએ કોરોના મહામારીમાં તન મન અને ધનથી મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે.

આજે પ્રજ્ઞેશભાઈ પટેલને તેમના સગા સ્નેહીઓ મિત્રો તેમજ વ્યાવસાયિક અને સામાજીક સંબંધીઓ તરફથી આજે તેમના જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 98252 22855 પર શુભેચ્છાઓ મળી રહી છે.

કપ્તાન ગ્રુપ તરફથી પ્રજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો