Promotional Articlesવાંકાનેરશૈક્ષણિક

MBBSમાં પ્રવેશ માટેની પરીક્ષા NEET-2025નું પરિણામ જાહેર…548 માર્કસ સાથે જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી પટેલ મીત સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે….

વાંકાનેર: કેન્દ્ર સરકાર દ્વારા MBBSમાં પ્રવેશ માટે લેવામાં આવતી મહત્વની NEET પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યુ. દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાનગંગા સ્કૂલે NEET-2025 પરીક્ષામાં પોતાના શ્રેષ્ઠ દેખાવને જાળવી રાખ્યો છે. આ વર્ષે લેવાયેલ NEET પરીક્ષાનું પેપર પરીક્ષાના ઇતિહાસમાં સૌથી કઠિન પેપર હોવા છતા 548 માર્કસ સાથે જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઇએ વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.
NEET પરીક્ષાના આ પરિણામનું Analysis કરનાર તજજ્ઞ શિક્ષકો અને કાઉન્સેલરોના અભિપ્રાય મુજબ આ વર્ષે 400 કે તેથી વધુ ગુણ મેળવાર વિદ્યાર્થીઓ MBBSમાં પ્રવેશને પાત્ર બનશે, 450થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સેમી-ગવર્મેન્ટ એટલે કે GMERS કોલેજોમાં પ્રવેશને પાત્ર બનશે. જ્યારે 500 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તો ગવર્મેન્ટ એટલે કે સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશને પાત્ર બનશે.
વાંકાનેર શહેર માટે ગૌરવની વાત છે કે પટેલ મીતે 500 માર્ક્સ નહિ પણ 548 માર્ક્સ મેળવેલ છે, એટલે આ વિદ્યાર્થી ગવર્મેન્ટ કોલેજોમાં પણ સૌથી TOP ગણાતી બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશને પાત્ર બનશે. તમામ સરકારી કોલેજોના પ્રવેશ-દ્વાર તેના માટે ખુલ્લા હશે. એટલુ જ નહિ, દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાનગંગા સ્કૂલના 16 વિદ્યાર્થીઓ 400 થી વધુ ગુણ મેળવી MBBS માં પ્રવેશ મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 160 જેટલા વિદ્યાર્થીઓનું MBBSમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન સાકાર કરનાર જ્ઞાનગંગા સ્કૂલે પોતાના સફળતાની યશકલગીમાં 16 વિદ્યાર્થીઓના ઉમેરા સાથે સફળતાના માઇલસ્ટોનને 176 સુધી પહોંચાડેલ છે.
આ સમાચારને શેર કરો