વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલનો ઐતિહાસિક દબદબો : JEE MAIN, घो. 12 सायन्स, GUJCET, NEET બાદ હવે ધો. 10 માં પણ ‘કિંગ ઓફ રિઝલ્ટ’ સાબિત થઈ…
·A.A. Mathakia
SSC-2026ના રિઝલ્ટમાં વાંકાનેર કેન્દ્રના TOP-10માં સૌથી વધુ 9-9 વિધાર્થીઓ સાથે… જ્ઞાનગંગા સ્કૂલ નં.-૧
વાંકાનેરની શિક્ષણ જગતમાં ફરી એકવાર જ્ઞાનગંગા સ્કૂલે પોતાનો ઐતિહાસિક દબદબો સાબિત કર્યો છે. JEE MAIN, ધોરણ 12 સાયન્સ, GUJCET અને આગામી NEET-2026ના તેજસ્વી પરિણામો બાદ હવે ધોરણ 10 (SSC) બોર્ડના પરિણામમાં પણ જ્ઞાનગંગા સ્કૂલ “King of Result” તરીકે ઉભરી આવી છે.
ગઈ કાલે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં TOP 10માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગંગા સ્કૂલે વાંકાનેરમાં ફરીથી નંબર-1 સ્થાન મેળવ્યું છે. માત્ર બોર્ડનું પરિણામ જ નહીં, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત ટોચના પરિણામો આપીને જ્ઞાનગંગાએ શિક્ષણ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
આ વર્ષના JEE MAIN ના પરિણામમાં TOP 10માં પ્રથમ નંબર સાથે સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. ધોરણ 12 સાયન્સના પરિણામમાં પણ TOP 10માં સૌથી વધુ 8 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. ત્યારબાદ GUJCET ના પરિણામમાં TOP 10માં સૌથી વધુ 13 વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગંગાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી દીધી હતી.
હવે આગામી NEET-2026ના જાહેર થનારા પરિણામને લઈને પણ જ્ઞાનગંગા સ્કૂલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 680, 675, 670 અને 650 જેવા રેકોર્ડબ્રેક ગુણ મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, જેને કારણે સાયન્સ શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનગંગા સ્કૂલનું પ્રભુત્વ વધુ મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.
શૈક્ષણિક ગુણવત્તા, અનુભવી શિક્ષકમંડળ, નિયમિત ટેસ્ટ સિસ્ટમ અને વિદ્યાર્થીઓને મળતી માર્ગદર્શનાત્મક તૈયારીના કારણે જ્ઞાનગંગા સ્કૂલ આજે માત્ર વાંકાનેર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં વિશ્વાસનું નામ બની ગઈ છે. પરિણામોની આ સતત સફળ સફરે ફરી એકવાર સાબિત કર્યું છે કે “જ્ઞાનગંગા” માત્ર સ્કૂલ નથી, પરંતુ સફળતાનું શક્તિસ્થાન બની ગઈ છે.