જ્ઞાનગંગા સ્કૂલનો વિજ્ઞાનમાં વિજયનાદ! વાંકાનેરમાં “King of Science” તરીકે દબદબો

ગુજરાત બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે ભવ્ય સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ ફરી સાબિત કરી છે. સ્કૂલે આ વર્ષે માત્ર સારું પરિણામ જ નથી આપ્યું, પરંતુ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં “King of Science” તરીકે પોતાની ધાક જમાવી છે.

આ પરિણામમાં સૌથી ખાસ બાબત એ રહી કે વાંકાનેર કેન્દ્રના ટોપ-10માં સૌથી વધુ 7 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના રહ્યા છે, જે સ્કૂલની ગુણવત્તા અને માર્ગદર્શનની સ્પષ્ટ સાબિતી આપે છે. વધુમાં, ગૌરવની વાત એ છે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ જ મેળવ્યા છે, જે એક અનોખી સિદ્ધિ ગણાય.

સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી મિલન કિશનભાઈ બાવળીયાએ 99.88 PR સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જે સમગ્ર વાંકાનેર માટે ગૌરવની ક્ષણ બની છે. તેમની આ સિદ્ધિથી સ્કૂલનું નામ વધુ ઊંચું થયું છે.

આ જ કારણ છે કે ધોરણ 11-12 સાયન્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હવે જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર પ્રથમ પસંદગી બની રહી છે. ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના સાકાર કરવા માટે આ સ્કૂલ એક મજબૂત પાયા તરીકે ઉભરી આવી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on